Reformed Books
અમારી વેબસાઇટ પર તમારો આવકાર!
આ વેબસાઈટ Netherlands Reformed Congregations ની વિભિન્ન સમિતિઓ ની પહેલ છે. આ વેબસાઈટ પરના પુસ્તકો તેમજ પત્રિકાઓ ઈશ્વરના અફર વચનો – બાઇબલ પર આધારિત છે.
આ વેબસાઇટ પર ચઉદ ભાષાઓમાં પુસ્તકો પ્રાપ્ય છે અહીં તમને યાત્રાકારી જેવી અજોડ કૃતિઓ તથા તમારા વ્યક્તિગત શાંત-મનન માટે; તેમજ બહેનો, ભાઈઓ અને જુવાનોની સંગત માટે બાઇબલના સંદર્ભો તથા બાઈબલ-વિવેચનકોષ મળશે. અહીં ઇશ્વરવિદ્યા, જેમકે વિશ્વાસ બચાવ-શાસ્ત્ર (એપોલોજેટીક્સ), નીતિશાસ્ત્ર તેમજ સૈદ્ધાંતિક વિષયો ને લગતાં પુસ્તકો છે. સાથે મંડળી, મંડળીના ઇતિહાસ સંબંધી પુસ્તકો પણ છે. તમારા પોતાના આત્મિક જીવન માટે સંદેશાઓ, પ્રાર્થના કે પવિત્ર આત્મા અને ખ્રિસ્તી કૌટુંબિક જીવન કેવી રીતે જીવવું તે સંબંધી પુસ્તકો મળશે. અને હા.. બાળકો માટે જુના તથા નવા કરારની બાઇબલ વાર્તાઓ વિશે ખૂબ સુંદર પુસ્તિકાઓ છે.
અમે ગુજરાતીમાં વધુમાં વધુ પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરીએ છીએ. બધા જ પુસ્તકો ઇ-પુસ્તકો તરીકે પ્રાપ્ત કરી શકાય છે ને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. ઇ-પુસ્તકો વાંચવા માટે તમે કમ્પ્યુટર પ્રોગ્રામ જેવા કે Adobe Digital Editions નો ઉપયોગ કરી શકો છો. આ પ્રોગ્રામ તમે અહીં ડાઉનલોડ કરી શકો છો
પ્રભુ તમને આશિષ આપો!
Our (e)-books